Skip to main content
Settings Settings for Dark

DyCM હર્ષ સંઘવીએ શ્રદ્ધાળુઓની સુરત-વેરાવળ સ્પેશ્યલ ટ્રેનને આપ્યું ફલેગ ઓફ

Live TV

X
  • નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત રેલવે સ્ટેશનથી સુરત જિલ્લાના 1300 જેટલા શ્રદ્ધાળુઓની સુરત-વેરાવળ સ્પેશ્યલ ટ્રેનને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 

    ભારતની પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત કેન્દ્ર એવા સોમનાથ મંદિર ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ દેશભરમાંથી સોમનાથ દાદાના દર્શનાર્થે જઈ રહ્યા છે.  સુરત રેલ્વે સ્ટેશનથી સુરત અને વેરાવળની સ્પેશિયલ ટ્રેનને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફલેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

    ‘ભારત માતા કી જય, હર હર મહાદેવ, ઓમ નમઃશિવાય’ના નાદ સાથે સુરત જિલ્લાના 1300 જેટલા વડીલો, યુવાનો સહિતના શ્રદ્ધાળુઓ સાથેની ટ્રેનને રવાના કરાઈ હતી.

    નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ એ ભારતના સ્વાભિમાન, ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક પુર્નઉત્થાનનો સશક્ત અભિવ્યક્તિરૂપ કાર્યક્રમ છે. જેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ પધારી રહ્યા છે. ૭૨ કલાકના સામુહિક ઓમકાર નાદ સાથે શિવમંદિરો ગુંજી રહ્યા છે. ઋષિકુમારોના શંખનાદ અને સંતોના સાન્નિધ્યમાં ઓમ નમઃશિવાયના જાપ સોમનાથ મંદિરમાં થઈ રહ્યા છે એમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ સૌ યાત્રાળુઓને શુભકામનાઓ પાઠવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply