Skip to main content
Settings Settings for Dark

2 ઓગસ્ટથી ભુજ અને દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે નવી ટ્રેનની શરૂઆત

Live TV

X
  • પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા ભુજ અને દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે એક નવી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

    •ટ્રેન નંબર 20983/20984 ભુજ-દિલ્લી સરાય રોહિલ્લા-ભુજ સુપરફાસ્ટ દ્વિ અઠવાડિક સુપરફાસ્ટ એક્સપ્રેસ

    ટ્રેન નંબર-20983 ભુજ-દિલ્લી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ એક્સપ્રેસ 2 ઓગસ્ટ 2024થી દરેક મંગળવાર અને શુક્રવારે ભુજથી સાંજે 5 કલાકે ઉપડશે તથા બીજા દિવસે બપોરે 12 કલાક અને 20 મિનિટે દિલ્લી સરાય રોહિલ્લા પહોંચશે. 

    આ જ રીતે ટ્રેન નંબર 20984 દિલ્લી સરાય રોહિલ્લા-ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ 3 ઓગસ્ટ 2024 થી દરેક બુધવાર અને શનિવારે દિલ્લી સરાય રોહિલ્લાથી બપોરે 3 કલાકે ઉપડશે તથા બીજા દિવસે સવારે સાડા 11 કલાકે ભુજ પહોંચશે. 

    માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભાભર, ભીલડી, પાલનપુર, આબૂરોડ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્લી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ હશે. 
        
    ટ્રેન નંબર 20983નું બુકિંગ 25 જુલાઈ,2024થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, માર્ગ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે આપ www.enquiry.indianrail.gov.in પર જઈને મેળવી શકો છો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply