Skip to main content
Settings Settings for Dark

2027 વિધાનસભા ચૂંટણીને પગલે ભાજપની કવાયત તેજ

Live TV

X
  • ઓછા માર્જિનવાળી બેઠકો પર ભાજપનું ફોકસ... ભાજપ પ્રભારી તરૂણ ચુગની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં ચૂંટણી પૂર્વે ભાજપનું સંગઠન મજબૂત કરવા મંથન... બાકી નિયુક્તિઓ ટૂંક સમયમાં કરાશે પૂર્ણ

    ગુજરાતમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ હાઈકમાન્ડ એક્શન મોડમાં આવી ગયું છે... જેના ભાગરૂપે ગાંધીનગર સ્થિત 'કમલમ' ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રભારી તરુણ ચુઘની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી...  ભાજપ દ્વારા તાજેતરમાં પણ સંગઠનાત્મક તૈયારીઓ અને બુથ સ્તરની કામગીરીને મજબૂત બનાવવા બેઠકો યોજાઈ રહી છે.

    બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ઉપરાંત ગત ચૂંટણીમાં ઓછા માર્જિનથી જીતેલી બેઠકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા અને રણનીતિ ઘડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આવી બેઠકોમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, સ્થાનિક સ્તરે જનસંપર્ક વધારવા અને કાર્યકર્તાઓની ભૂમિકા વધુ સક્રિય બનાવવા અંગે મંથન થયું હતું.

    આ ઉપરાંત આગામી દિવસોમાં યોજાનારા વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પક્ષના વિવિધ સેલ અને મોરચાઓમાં છેલ્લા એક વર્ષથી બાકી રહેલી સંગઠનાત્મક નિયુક્તિઓનો મુદ્દો પણ બેઠકમાં ચર્ચાયો હતો.

    આ અંગે ભાજપના પ્રવક્તાએ કહ્યું હતું કે, ટૂંક સમયમાં તમામ બાકી રહેલી તમામ નિયુક્તિઓ પૂર્ણ કરી દેવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ નિયુક્તિની પ્રક્રિયા ચાલી રહી હોવા છતાં પાર્ટીની નિયમિત કામગીરી પર તેની કોઈ અસર નહીં પડે.

    આ બેઠકને 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે સંગઠનને વધુ સક્રિય અને સુવ્યવસ્થિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ કવાયત તરીકે જોવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
apply