Skip to main content
Settings Settings for Dark

21 જૂને જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ કાર્યક્રમ યોજાશે

Live TV

X
  • યોગને વિશ્વ ફલક પર લઈ જવા અને માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સભાએ મંજૂર કર્યો જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

    આ વર્ષે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા “સમય અને સમાજ માટે યોગ”ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિસ્તૃત આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

    આ ઉજવણીમાં જિલ્લામાં વધુમાં વધુ લોકો ભાગ લે તે માટે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે. કાર્યક્રમના સંપૂર્ણ આયોજન અને સંચાલનની જવાબદારીઓ માટે લાયઝન અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply