ગુજરાતની કેસર કેરીનો સ્વાદ હવે અમેરિકા પહોંચ્યો
Live TV
-
ગુજરાતની કેસર કેરીનો સ્વાદ હવે અમેરિકા પહોંચ્યો છે. અમદાવાદ જિલ્લામાં સ્થિત પ્લાન્ટમાં ઈ-રેડિએશન અને ક્વોલિટી કંટ્રોલ પ્રોસેસથી ગુજરાતના ખેડુતો કેસર કેરીનું અમેરિકામાં વેચાણ કરી રહ્યાં છે. અમદાવાદના બાવળામાં આવેલો ઈ-રેડિએશન પ્રોસેસિંગ પ્લાન્ટ, કે જ્યાં ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી (GARPF)માં કેસર કેરીનું ઈ-રેડિએશન પ્રક્રિયા કરવામાં આવે છે.
તાલાલા અને ગુજરાતના ખેડુતો અહીં પોતાની કેસર કેરીને ઈ-રેડિએશન માટે મોકલાવે છે, અને ઈ-રેડિએશન પ્રોસેસિંગ થયેલી કેસરનું અમેરિકામાં વેચાણ કરીને ડોલરમાં કમાણી કરે છે. મહત્વનું છે કે, ચાલું વર્ષે અત્યાર સુધીમાં અહીંથી 215 ટનથી વધુ કેસર કેરી અમેરિકા ખાતે નિકાસ કરવામાં આવી છે. ઈ-રેડિએશન થયેલી કેસરને જાળીના આવરણ વાળા બોક્સમાં 3 કિલોના જથ્થામાં પેકિંગ કરવામાં આવે છે, જે અમેરિકામાં 30 થી 38 ડોલરમાં વેચાય છે.
