Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર જિલ્લામાં 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણી 1462 સ્થળે કરાશે

Live TV

X
  • ગાંધીનગર જિલ્લામાં ૧૦મા વિશ્વ યોગ દિવસની ઉજવણી 1462 સ્થળે કરાશે, 2 લાખ 60 હજાર જેટલા નાગરિકો સહભાગી બનશે

    સમગ્ર વિશ્વમાં તા. 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જિલ્લાના ઇ.ચા. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી  સંજય મોદીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ગાંધીનગર જિલ્લામાં ઉત્સાહપૂર્વક અને વધુમાં વધુ લોકો સ્વયં સહભાગી બને તેવા ઉમદા આશય સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

    ગાંધીનગર જિલ્લામાં યોજાનાર દશમા વિશ્વ યોગ દિવસની ઉજવણીની માહિતી આપતાં જિલ્લાના ઇ.ચા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદીએ ઉમેર્યું હતું કે, દશમા વિશ્વ યોગ દિવસની ઉજવણી 'સ્વયં અને સમાજ માટે યોગ' ની થીમ ઉપર ઉજવવામાં આવશે. જિલ્લા કલેકટરએ વધુમાં ઉમેર્યું હતું કે, આ વર્ષે ગાંધીનગર જિલ્લામાં દશમા વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત 13 આઇકોનિક સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. 

    જેમાં અડાલજની વાવ, ત્રિમંદિર, મહાત્મા મંદિર, ડભોડિયા હનુમાન મંદિર, કંથારપુર વડ, સાંપાની વાવ, મહુડી જૈન મંદિર, અંબાપુરની વાવ, રૂપાલ વરદાયિની માતાનું મંદિર, ઇફકો કલોલ, ગલુદણની વાડી, માણસા કોલેજ અને સ્વામિનારાયણ ગુરૂકુલ, કલોલ નો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શહેરી અને ગ્રામ્ય એમ વિસ્તારમાં અલગ અલગ થશે. જેમાં શહેરી કક્ષાનો કાર્યક્રમ સ્વર્ણિમ વિસ્ટા પાર્ક અને ગ્રામ્ય કક્ષાનો સ્વામિનારાયણ ગુરૂકુલ, કલોલ ખાતે યોજાશે. આમ જિલ્લામાં કુલ- 1462 સ્થળો ખાતે યોગ કાર્યક્રમ યોજાશે. જેમાં અંદાજે 2 લાખ 60 હજાર જેટલા નાગરિકો સહભાગી બનશે. આ કાર્યક્રમ જિલ્લાની તમામ શાળાઓ, પી.એચ.સી. સી.એચ.સી. સહિત નક્કી થયેલ જગ્યાઓ પર યોજવાનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના કક્ષાના શહેરમાં આયોજિત યોગ કાર્યક્રમમાં અંદાજિત 5 હજાર જેટલા અને ગ્રામ્ય કક્ષાએ અંદાજે 3 હજારથી વધુ લોકો સહભાગી બનશે. દશમા વિશ્વ યોગ દિવસમાં ગાંધીનગર જિલ્લાના નાગરિકોને સહભાગી થવા માટે પણ જિલ્લા કલેકટર  સંજય મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply