10માં વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગરૂપે સામુહિક 51 સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો
Live TV
-
10માં વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગરૂપે સામુહિક 51 સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો
10માં વિશ્વયોગ દિવસનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી 10માં વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગરૂપે વડોદરાના એમ. એસ. યુનિવર્સિટી ખાતે આયોજિત યોગ પ્રોટોકોલ તાલીમ અને સામુહિક 51 સૂર્ય નમસ્કાર કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં મોટી સંખ્યામાં વડોદરાના નગરજનો અને યોગ સાધકો જોડાયા હતા અને સ્વસ્થ રહેવાનો સંદેશો આપ્યો હતો.
આજે વ્હેલી સવારે એમ. એસ. યુનિવર્સીટી પેવેલિયન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 2500 થી વધુ યોગ સાધકો અને નગરજનો ઉપસ્થિત રહીને સ્વસ્થ અને નિરોગી રહેવા માટે 51 સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ કાર્યક્રમના આયોજનમાં એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા મ.ન.પા., લાયન્સ ક્લબ અને ડીકેથલોનના સહયોગ થી યોજાયો હતો. કાર્યક્રમના અંતે યીગ શિક્ષકોનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
