વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ચોમાસા દરમિયાન 16 જૂનથી ચાર મહિના માટે મુલાકાતીઓ માટે રહેશે બંધ
Live TV
-
વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ચોમાસા દરમિયાન 16 જૂનથી ચાર મહિના માટે મુલાકાતીઓ માટે રહેશે બંધ
ભાવનગર થી માત્ર 45 કિલોમીટર દુર વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. વેળાવદર ઉદ્યાનમાં અને બહાર મળી કુલ 7 હજાર જેટલા કાળીયાર મુક્ત રીતે વિસરે છે, જે વર્ષાઋતુને કારણે 4 મહિના માટે બંધ રાખવામાં આવે છે. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ચોમાસા દરમિયાન 16 જૂનથી ચાર મહિના માટે મુલાકાતીઓ માટે બંધ રહેશે. આગામી વર્ષાઋતુ દરમ્યાન મોટાભાગના વન્યપ્રાણીઓનો સંવનનકાળ હોવાથી તેના વસવાટમાં કોઇ ખલેલ ન પહોંચે તે હેતુથી અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની જેમ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર પણ મૂલાકાતીઓ માટે આગામી તા.16/6/2024 થી તા.15/10/2024 સુધી બંધ રાખવામાં આવશે, જેની તમામ વન્યપ્રાણી પ્રેમીઓ તથા મૂલાકાતીઓએ નોંધ લેવા જણાવ્યું છે.
રાષ્ટ્રીય ઉદ્યાન હોવાથી અહિયાં કાળીયારની સાથે સાથે લગભગ 100 કરતા વધુ પ્રજાતિના પક્ષી, વરુ, શિયાળ અને ઝરખ જેવા પ્રાણીઓ પણ મુક્ત રીતે વસવાટ કરે છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે વરુની સૌથી વધુ વસ્તી હોવાનું અનુમાન છે.
