અમદાવાદમાં ઈલેક્ટ્રીક વ્હીકલ્સના વપરાશ અંગે લોકોને જાગૃત કરવા માટે ઇવેન્ટનું કરાયું આયોજન
Live TV
-
અમદાવાદમાં ઈલેક્ટ્રીક વ્હીકલ્સના વપરાશ અંગે લોકોને જાગૃત કરવા માટે ઇવેન્ટનું કરાયું આયોજન
EV -2 ઈલેક્ટ્રીક વ્હીકલ્સના વપરાશ અંગે લોકો વચ્ચે સમજ ઊભી થાય અને તેઓ પ્રદૂષણ રહિત ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો ઉપયોગ કરતા થાય તેવા હેતુથી અમદાવાદમાં એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એથર એનર્જી દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં અનેકવિધ ઈલેક્ટ્રીક EV-2 બેટરી આધારિત ટુ વ્હીલર્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ તમામ વ્હીકલ્સ દેશના યુવા વિદ્યાર્થીઓના ઇનોવેટિવ આઇડિયાની શોધ સંશોધનના પરિણામે ઉત્પાદિત કરવામાં આવેલા છે. આમ તે સંપૂર્ણપણે "મેડ ઇન ઇન્ડિયા" અને "મેક ઇન ઇન્ડિયા" ના ઉત્તમ ઉદાહરણો પણ છે.
એથર એનર્જીના સંસ્થાપક તરુણ મહેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકો જો વધુમાં વધુ ઇલેક્ટ્રીક વ્હીકલનો ઉપયોગ કરતા થાય તો, વ્હીકલના ઉપયોગથી આર્થિક બચતની સાથે સાથે વન અને પર્યાવરણનુ પણ સંરક્ષણ થાય છે.
