વર્ષમાં બે વખત વિદ્યાર્થીઓને એડમિશન આપવાની મંજૂરી
Live TV
-
UGCએ હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટને રેગ્યુલર મોડમાં વર્ષમાં બે વખત વિદ્યાર્થીઓને એડમિશન આપવાની મંજૂરી આપી દીધી છે. UGCના આ મહત્વના નિર્ણયને શૈક્ષણિક વર્ષ 2024-25થી લાગુ કરવામાં આવશે.
આ નિર્ણય પછી હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ જુલાઈ-ઓગસ્ટ બાદ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પણ વિદ્યાર્થીઓને એડમિશન આપી 12મું પાસ કરીને દેશની યુનિવર્સિટીઓમાં અને ડિગ્રી કોલેજોમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓને એડમિશન આપશે .
આ અંગે વધુમાં ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને આ નિર્ણય લીધો છે. UGC યુનિવર્સિટીઓને હવે વર્ષમાં બે વખત એડમિશન કરાવવાની છૂટ આપવામાં આવી છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને લાભ થશે..
