કચ્છના નાના રણમાં વસતા ઘુડખરોની વ્હારે આવ્યો ગુજરાત વન વિભાગ
Live TV
-
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ઘુડખર અભયારણ્યમાં વસતા વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધા પૂરી પાડવા આશરે 50 જેટલા જળકુંડ બનાવાયા. વનકર્મીઓએ રોજ સવાર-સાંજ તમામ જળકુંડમાં પાણી ભરવાની થઈ રહી છે સરાહનીય કામગીરી.
ગરમીના કારણે ગુજરાત સરકારનો વન વિભાગ આવા અબોલ વન્ય જીવોની વ્હારે આવ્યો છે. રાજ્યમાં આવેલી કોઈ પણ વિપરીત પરિસ્થિતિઓ દરમિયાન વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ-વન કર્મીઓ હરહંમેશ ખડેપગે રહ્યા છે. આ કાળઝાળ ગરમીમાં પણ વન વિભાગે વન્ય પ્રાણીઓની સાચા અર્થમાં ચિંતા કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ઘુડખર અભયારણ્યની. કચ્છના નાના રણમાં અને આશરે 4,954 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ઘુડખર અભયારણ્યમાં ઉનાળા દરમિયાન શુષ્ક આંબોહવાના પરિણામે ગરમીનું મહત્તમ તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતું હોય છે. આ અભયારણ્યમાં આશરે 6,000થી વધારે ઘુડખર વસવાટ કરે છે. ઉનાળાની ગરમી દરમિયાન અહીં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બને છે. આવા સમયે વન વિભાગ દ્વારા અભયારણ્યમાં વિવિધ સ્થળોએ પાણીના જળકુંડની ખાસ વ્યવસ્થા ઉભી કરી છે.
આ અભયારણ્યમાં વસતા વન્ય પ્રાણીઓના પ્રાણની સલામતી માટે વન વિભાગે દ્વારા વિવિધ સ્થળોએ આશરે ૫૦ જેટલા જળકુંડ બનાવવામાં આવ્યા છે અને વન કર્મીઓ નિયમિત રીતે દિવસમાં બે વખત પાણીથી આ કૂંડ ભરે છે. રણમાં 4થી 5 કીલોમીટરના અંતરે તેમજ રણ આસપાસના બજાણા, ખારાઘોડા, દહેગામ, પીપળી, અખીયાણા, ઝીંઝુવાડા, વચ્છરાજપુરા, અમરાપુર, ભીમકા, ઓડુ જેવા ગ્રામીણ વિસ્તારના રણકાંઠે પણ પાણીના પોઈન્ટ બનાવવામાં આવ્યા છે.
દરરોજ આ જળકુંડમાં પાણી ભરવા જતા વન વિભાગના વન સંરક્ષકના જણાવ્યાનુસાર કેટલીક જગ્યાએ પાણીના હોજ અને અવેડા પણ તૈયાર કરાયા છે. રણમાં આવેલા આ પાણીના પોઈન્ટ પર રોજ સવાર-સાંજ અનેક વન્ય પ્રાણીઓ પોતાની તરસ છીપાવવા આવતા હોય છે. ગુજરાતના અન્ય અભયારણ્યો ખાતે પણ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
