દ્વારકાનાં દરિયા કાંઠેથી 25 કરોડની કિંમતનો ચરસનો જથ્થો ઝડપાયો
Live TV
-
દ્વારકાનાં દરિયા કાંઠેથી 25 કરોડની કિંમતનો ચરસનો જથ્થો ઝડપાયો છે. એક અઠવાડિયામાં 52 કોરોડની કિંમતનો બિનવારસું ચરસની પકડી પાડતી જિલ્લા પોલીસ અને SOGને મળ્યા હતા.
દ્વારકા તાલુકાનાં વાછું અને ગોરિંજાનાં દરિયા કાંઠા નજીકથી અલગ અલગ 3 જેટલા સ્થળોથી સ્થાનિક પોલીસને બિન વારસી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. અંદાજે 64 જેટલા પેકેટમાં 25 કરોડની કિંમતનો હાઈ ક્વોલિટી ચરસ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે આગળ ની કાર્યવાહી ચાલી રહી છે.
છેલ્લા એક અઠવાડિયાથી Spનાં માર્ગદર્શન થી સ્થાનિક પોલીસ અને SOG દ્વારા દરિયાઈ કાઠા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરાઈ રહ્યું હતું ત્યારેબિન વારસી ચરસ નો જથ્થો દ્વારકા પંથકમાં સતત ત્રીજી વખત હાથ લાગ્યો છે.
પહેલાં 16 પછી 11 અને હવે 25 કરોડની કિંમતનો ચરસનો જથ્થો એકલા દ્વારકા પંથકનાં દરિયા કાંઠે થી મળ્યો છે , છેલ્લા 1 અઠવાડિયામાં અંદાજે 52 કરોડ જેટલી કિંમતનો ચરસનો જથ્થો બિન વારસી દ્વારકા પોલીસને મળ્યો.
