25 સપ્ટેમ્બરે યોજાનાર સોશિયલ મીડિયા સમિટ પહેલા ભાજપના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટની કમલમ ખાતે બેઠક
Live TV
-
પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ગુજરાત ભાજપના મહામંત્રી રજની પટેલ પણ હાજર રહ્યા
25 સપ્ટેમ્બરે યોજાનાર સોશિયલ મીડિયા સમિટનાં સંદર્ભે કમલમ ખાતે પ્રદેશ ભાજપના યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.. ભાજપના મહામંત્રી રજની પટેલની ઉપસ્થિતિમા યોજાયેલી બેઠકમાં સોશિયલ મીડિયા પ્રચાર પ્રસાર રણનીતિની રૂપરેખા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી.આ બેઠકમા ખાસકરીને ઉત્તર ઝોનના યુવા મોરચાના પદાધીકારીઓ હાજર રહ્યાં હતાં.. યુવા મોરચા દ્વારા આગામી દિવસોમાં સોશિયલ મીડિયા સમિટ થકી શક્તિ પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
