Skip to main content
Settings Settings for Dark

જાન્યુઆરી 2024માં યોજાનાર વાયબ્રન્ટ સમિટને લઈ તડામાર તૈયારીઓ શરૂ

Live TV

X
  • વિશ્વના અનેક દેશો ગુજરાતમાં રોકાણ કરવા આવે તે આશય સાથે ફરી એકવાર વાયબ્રન્ટ સમિટનું થશે આયોજન

    જાન્યુઆરી-24માં ગુજરાતમાં વાઇબ્ન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિશ્વના અનેક દેશો ગુજરાતમાં રોકાણ કરવાના આશય સાથે આવવાના છે. ત્યારે વાઇબન્ટ સમિટ-24ની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.. જે અંતર્ગત ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબન્ટ સમિટના લોગો , બ્રોશર અને વેબલાઇટનું લોન્ચિંગ કર્યુ હતું... તેમણે કહ્યું હતું કે ગુજરાત વાઇબ્રન્ટ સમિટના માધ્મયથી દેશવિદેશના ઉદ્યોગકારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.. ગુજરાતમાં રોકાણ માટે દેશ વિદેશના ઉદ્યોગકારોમાં ઉત્સાહ છે

     ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પુર્વાર્ધ રૂપે ગઈકાલે વધુ પાંચ MoU પણ સંપન્ન થયા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા આ પાંચ MoU દ્વારા કુલ ૧,૦૯૫ કરોડ રૂપિયાના સંભવિત રોકાણો રાજ્યમાં આવશે. આ કરાનના પરિણામે આગામી વર્ષમાં ૧,૨૩૦ જેટલા રોજગાર અવસર પણ ઊભા થશે..   જુલાઈ-૨૦૨૩થી અત્યાર સુધીમાં ૭ તબક્કામાં કુલ ૧૩,૫૩૬ કરોડ રૂપિયાના સંભવિત રોકાણો માટેના MoU થયા છે. આ સમજૂતીના કરારથી  ૫૦,૭૧૭ જેટલા રોજગાર અવસરો રાજ્યમાં ઊભા થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply