Skip to main content
Settings Settings for Dark

જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પુર્વાર્ધ રૂપે વધુ MoU સંપન્ન થયા

Live TV

X
  • આ પાંચ MoU દ્વારા કુલ ૧,૦૯૫ કરોડ રૂપિયાના સંભવિત રોકાણો રાજ્યમાં આવશે, અત્યાર સુધીમાં ૭ તબક્કામાં કુલ ૧૩,૫૩૬ કરોડ રૂપિયાના સંભવિત રોકાણો માટેના MoU થયા

    આગામી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પુર્વાર્ધ રૂપે ગઈકાલે વધુ પાંચ MoU સંપન્ન થયા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા આ પાંચ MoU દ્વારા કુલ ૧,૦૯૫ કરોડ રૂપિયાના સંભવિત રોકાણો રાજ્યમાં આવશે. આ કરાનના પરિણામે આગામી વર્ષમાં ૧,૨૩૦ જેટલા રોજગાર અવસર પણ ઊભા થશે. જુલાઈ-૨૦૨૩થી અત્યાર સુધીમાં ૭ તબક્કામાં કુલ ૧૩,૫૩૬ કરોડ રૂપિયાના સંભવિત રોકાણો માટેના MoU થયા છે. આ સમજૂતીના કરારથી  ૫૦,૭૧૭ જેટલા રોજગાર અવસરો રાજ્યમાં ઊભા થશે.

    પ્રતિ સપ્તાહના પ્રારંભે MoU કરવાના આ ઉપક્રમ અંતર્ગત બુધવારે થયેલા પાંચ MoU અવસરે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ  રાજકુમાર તથા અધિક મુખ્ય સચિવ અને વરિષ્ઠ સચિવો અને MoU કરનારા ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓ જોડાયા હતા.

    બુધવારે થયેલા MoUમાં પેકેજીંગ મટિરિયલ ઉત્પાદન, પ્લાસ્ટિક, ટેક્ષટાઇલ અને રિન્યુએબલ સેક્ટરના પ્રોજેક્ટસ, ફોર્મ્યુલેશન અને API તથા ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટમાં ખાદ્યતેલ, ગ્રીન ટી, રેડિ ટુ ઇટ ગુજરાતી ખીચડી, દેશી ગીર ગાયનું ઘી અને મધ ઉત્પાદન તથા ગ્રીનફિલ્ડ પ્લાન્ટ અંતર્ગત રેડી ટુ કુક પ્રોડક્ટસ માટેના MoUનો સમાવેશ થાય છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply