5 માસના બાળકની બ્રોન્કોજેનિક ગાંઠની સિવિલમાં થઈ સફળ સર્જરી, મળ્યું નવજીવન
Live TV
-
સારવાર દરમિયાન હદયના બંધ થયેલા ધબકારાને કૃત્રિમ રીતે ધબકતા કરી બાળકને આપ્યું નવજીવન.
અમદાવાદ સિવિલ મેડિસિટીના બાળ રોગ સર્જરી વિભાગના તબીબોએ 5 મહિનાના નવજાત બાળકની અત્યંત જોખમી ગણાતી સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે. મોરબીના શૈલેષભાઇ રાઠવાના પાંચ મહિનાના બાળક રાજવીરને શ્વાસ લેવામાં અચાનક તકલીફ પડતા પહેલાં રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યાં ઊંડાણપૂર્વકની તપાસ બાદ બાળકને ફેફસા અને મુખ્ય શ્વાસ નળી પર દબાણ ઊભી કરતી મોટી ગાંઠ હોવાનું તારણ સામે આવ્યું હતું. જેને પગલે સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમે રાજવીરની જટિલ અને જોખમી ગણાતી બ્રોન્કોજેનિક ગાંઠને દૂર કરતી સર્જરી કરી હતી. ડોક્ટરોએ ગાંઠ દૂર કરતા 5 મહિનાના બાળકને નવજીવન મળ્યું હતું..
