500થી વધુ લોકો સાથે ચીટફંડ મામલે મેહૂલ ચોક્સી વિરૂદ્ધ અમદાવાદમાં ફરિયાદ
Live TV
-
લોકો સાથે છેતરપિંડી મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ, સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે ભોગ બનેલા લોકોના નિવેદનો લેવાશે
પીએનબી બેન્કના ગોટાળામાં નીરવ મોદી સાથે આરોપી મેહુલ ચોક્સીનો એક વધુ ગોટાળાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતમાં પણ મેહુલ ચોક્સી દ્વારા લગભગ 500 થી વધારે લોકો સાથે ચીટફંડ દ્વારા કરેલ ઠગાઇના અનુસંધાને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચમાં એક ફરીયાદ નોંધવામાં આવી. જે ફરીયાદ રદ કરવાની અરજી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જેની અમદાવાદ હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી. સરકારી વકીલ દ્વારા હાઇકોર્ટ સમક્ષ જણાવવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાને લઇ ગુજરાત સરકાર તરફથી અખબારી માધ્યમો દ્વારા જાહેરાત આપી જે કોઇ આ ચીટ ફંડનો ભોગ બનેલા છે. તેમના નિવેદનો લઇ કોર્ટ સમક્ષ રજૂ કરશે. આ સમગ્ર મામલાઓએ મેહુલ ચોક્સી સાથે જે આરોપી દર્શાવવામાં આવ્યો. તેમણે પણ આ કૌભાંડની નિષ્પક્ષ તપાસ થાય તે અંગે ખાસ જણાવ્યું હતું.