રાજ્ય સરકારનું કુલ રૂ. 1.83 લાખ કરોડનું બજેટ, શું છે બજેટમાં ખાસ
Live TV
-
નાણામંત્રી નીતિન પટેલે રજૂ કરેલા બજેટમાં કૃષિ, આરોગ્ય સહિત શિક્ષણ ક્ષેત્રે વિકાસ માટે ખાસ જોગવાઈ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મંગળવારે રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. નાયબ મુખ્યમંત્રીએ બજેટ પહેલા જ કહી દીધું હતું કે, આ બજેટ પ્રજાલક્ષી હશે. તેમજ GSTને કારણે બજેટમાં કોઈ વધારાના કરવેરા નહિ હોય તેમ પણ જણાવ્યું હતું. વિધાનસભા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકારનું વર્ષ 2018-19નું કુલ 1,83,666 કરોડ રૂપિયાનું વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું છે.
● વેરાકીય આવકમાં ૨૦.૯૨ ટકાની વૃધ્ધિ
● રાજયની ઉત્પાદન ક્ષમતામા ૧૩ ટકાની વૃધ્ધિકૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ માટે કુલ 6,755 કરોડ રૂપિયાની જોગવાઈ
● કૃષિ ક્ષેત્રના જોખમોને પહોચી વળવા પાક વીમા સહિત રૂ. 1101 કરોડ
● ખેડૂતોને ઝીરોટકા વ્યાજે પાક ધિરાણ માટે 500 કરોડ
● કૃષિ યાત્રીકીકરણ માટે 295 કરોડ અને કૃષિ વિકાસ માટે 395 કરોડ
● કૃષિ શિક્ષણ સંશોધન વિસ્તરણ માટે 702 કરોડ
● જમીન જળ સંરક્ષણ તેમજ જમીન સુધારણા માટે 548 કરોડ
● ખેતરમાં તારની વાડ માટે 200 કરોડ
● મત્સ્ય બંદરોના વિકાસ માટે 280 કરોડ, વેરામાફી માટે 102 કરોડ
● સહકાર ક્ષેત્રે કોર બેન્કીગ માટે 70 કરોડ, કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે 25 કરોડ
● પશુ-પાલન ડેરી વિકાસ માટે બે નવી વેટરનરી કોલેજ માટે23 કરોડ તમામ જિલ્લામા કરૂણા એમ્બ્યુલન્સ માટે 26 કરોડયુવા રોજગારી અને સશકતિકરણ માટે કુલ રૂપિયા 785 કરોડની બજેટમાં જોગવાઈ
● યુવાનોને રોજગાર અને વ્યવસાયની તકો માટે 785 કરોડ
● મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનામાં સ્નાતક યુવાનો ને માસિક રૂ 3000 અને ડિપ્લોમાને -રૂ 2000 અને અન્યોને રૂ 1500પ્રોત્સાહક રકમ માટે રૂ272 કરોડ
● પશુ ફાર્મની સ્થાપના માટે ફાર્મ દીઠ 3 લાખની સહાય .માટે 140 કરોડની જોગવાઈ
● વાજપાઈ બેન્કેબલ યોજના માટે રૂ197 કરોડ
● આગામી સમયમાં સરકારના વિવિધ વિભાગોમા 30 હજાર નવી ભરતી કરાશે
● મુખ્યમંત્રી ગ્રામોદય યોજના માટે 60 કરોડશ્રમ અને રોજગાર માટે કુલ 1,732 કરોડ રૂપિયાની જોગવાઈ
● ITIના નવીનીકરણ અને સાધનો માટે 40 કરોડ
● શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે 80 કરોડ નવા 51 કેન્દ્રો શરૂ કરાશે
● 22 નવા ધનવંતરી આરોગ્ય રથ માટે 18 કરોડશિક્ષણ માટે બજેટમાં કુલ રૂપિયા 27,500 કરોડની જોગવાઈ
● મધ્યાહન ભોજન યોજના માટે રૂ 1081 કરોડ
● પ્રા.શાળાઓમા નવા ઓરડા માટે 673 કરોડ
● કન્યાઓને નિવાસી વ્યવસ્થા માટે 69 કરોડ
● અન્ન ત્રિવેણી યોજના હેઠળ અનાજ પુરૂ પાડવા 68 કરોડ
● ધો 6થી 8 મા 1250 શાળાઓમા સાયન્સ સેન્ટર માટે 37 કરોડ
● નવા નમો ટેબ્લેટ 1000 કરોડના ટોકન દરે ટેબ્લેટ આપવા 150 કરોડ
● દૂધ સંજીવની યોજના માટે રૂ 377 કરોડ
● સરકારી યુનિ.કોલેજોના નવીનીકરણ માટે 257 કરોડ
● મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ભાટે 907 કરોડ 140લાખ વિધ્યાર્થીઓને લાભઆરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે બજેટમાં કુલ 9,750 કરોડ રૂપિયાની જોગવાઈ
● આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 4898 કરોડ
● મુખ્યમંત્રી અમૃતમ્ અને માં વાત્સલ્ય યોજના માટે 700 કરોડ
● સરકારી હોસ્પિટલોમા વિનામૂલ્યે દવા આપવા માટે રૂ 470 કરોડ
● મુખ્યમંત્રી નિદાન યોજના માટે 165 કરોડ. સીઝનલ રોગ નિયંત્રણ માટે 129 કરોડ
● આશા બહેનોને પ્રોત્સાહિત કરવા 242 કરોડ
● તબીબી શિક્ષણ માટે 3413 કરોડની જોગવાઈ, સોલા અને ગાંધીનગર મેડીકલ કોલેજ માટે 115:કરોડ
● ગંભીર રોગની સારવારની હોસ્પિટલ સુવિધા માટે 160 કરોડ
● તબીબી સેવાઓ માટે 866 કરોડ 108 ની નવી 100 એમ્બ્યુલન્સ માટે 22 કરોડ
● ભારતીય તબીબી હોમિયોપેથિક પધ્ધતિના વિકાસ માટે 315 કરોડમહિલા અને બાળ કલ્યાણ માટે કુલ રૂપિયા 3,070 કરોડની જોગવાઈ
● આંગણવાડીના બાળકોને 2 જોડી ગણવેશ આપવા 35 કરોડ
● આંગણવાડીના મકાન તથા અન્ય મકાનો માટે 84 કરોડ
● તમામ આંગણવાડી કેન્દ્રોમા બાળકો,કિશોરીઓ, સગર્ભા અને ધાત્રીમાતાઓને પોષણક્ષમ આહાર માટે 997કરોડ
● પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે માતાઓને 5,000 સહાય આપવા 220 કરોડ અને કિશોરી શક્તિ યોજના માટે 314 કરોડઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ રૂપિયા 4,410 કરોડની જોગવાઈ
● ઉધ્યોગના આયોજન બધ્ધ વિકાસ અને પ્રોત્સાહક નીતી માટે 850 કરોડ
● ધોલેરા SIR વિકાસ માટે 280 કરોડકુટિર ઉદ્યોગ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરાઈ
● સ્વ રોજગારીની તકો ઉભી કરવા 450 કરોડપ્રવાસન ક્ષેત્રે વિકાસ માટે બજેટમાં જોગવાઈ
● સંકલિત સ્થળ વિકાસ યોજના માટે રૂ 281 કરોડ
● મોઢેરા સૂર્યમંદિરના વિકાસ માટે 22 કરોડ
● સાબરમતી આશ્રમમાં લાઈટ સાઉન્ડ-શો માટે 20 કરોડ
● યાત્રાધામ વિકાસમાં પાવાગઢ કરનાળી તથા અન્ય યાત્રાધામોના વિકાસ માટે 28 કરોડ
● 8 યાત્રાધામના વિકાસ માટે 15 કરોડ
● ગીરનારનાં પગથિયા માટે 20 કરોડઉર્જા પેટ્રોકેમિકલ્સ માટે કુલ રૂપિયા 8,500 કરોડની જોગવાઈ
● વીજ ઉત્પાદનની નવી યોજના માટે 220 કરોડ
● જૂના મથકોના આધુનિકીરણ માટે 214 કરોડ
● વીજ પ્રવહન માળખાને સુદ્રઢ કરવા 2757 કરોડ 100 નવા સબસ્ટેશન
● કૃષિવિષયક વીજ જોડાણો માટે 1921 કરોડ
● વીજ પુરવઠો પૂરો પાડવા 320 કરોડ
● સોરઉર્જા પંપ આપવા 127 કરોડ
જળસંપત્તિ કલ્પસર માટે કુલ રૂપિયા 14,895 કરોડની જોગવાઈ
● આદિજાતિના લોકો માટે 857 કરોડ
● સૌની યોજનાના બીજા તબક્કા માટે 1,765 કરોડ
● સુજલામ સુફલામ યોજના માટે 222 કરોડ
● જળાશયોની હયાત કેનાલના માળખાના સુદ્રઢીકરણ માટે 380 કરોડ
● ટપક સિંચાઇની વ્યવસ્થા સુદ્રઢ કરવા 750 કરોડ
● કલ્પસર યોજનામા ખારાશ અટકાવવા 110 કરોડપાણી પુરવઠા માટે કુલ 3,311 કરોડ રૂપિયાની જોગવાઈ
● આદિજાતિ વિસ્તારમા પાણી પુરવઠાની સુવિધા આપવા 10 યોજના શરૂ કરવા 2800 કરોડ
● ગ્રામ્ય પાણીપુરવઠા જૂથ યોજના માટે 703 કરોડસરદાર સરોવર યોજના માટે બજેટમાં અલગથી નાણાં ફાળવવાની જોગવાઈ કરાઈ
● માઈનોર નહેરોના બાંધકામ માટે 4018 કરોડ
● ભૂગર્ભ પાઇપલાઇન માટે 1295 કરોડ
● સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 899 કરોડશહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે કુલ 12,500 કરોડ રૂપિયાની જોગવાઈ
● સ્વર્ણ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે 4540 કરોડ
● આંતર માળખાગત સવલત માટે 2,912 કરોડ
● પાણી પૂરવઠો ભૂગર્ભ ગટર માટે 1,264 કરોડ
● મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટે 592 કરોડ
● 6 શહેરો સ્માર્ટ મિશન સિટી માટે 597 કરોડ
● શહેરી આવાસ યોજના માટે1189 કરોડ
● અમૃત યોજના માટે 500 કરોડ
● સ્વચ્છ ભારત મિશન માટે 255 કરોડ
માર્ગ અને મકાન માટે કુલ 9,252 કરોડ રૂપિયાની જોગવાઈ
● મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 2516 કરોડ
● રસ્તાઓ અને પુલો માટે 1346 કરોડ
● પ્રગતિપથના માર્ગોને ચાર માર્ગી કરવા 183 કરોડ
● અમદાવાદ-રાજકોટ છ માર્ગી બનાવવા 2754 કરોડ
● વિશ્વ બેંક સહાયિત પ્રોજેકટ માટે 250 કરોડ
● મુખ્ય જિલ્લા માર્ગોને પહોળા કરવા 107 કરોડટ્રાફિક વ્યવસ્થાપન માટે 200 કરોડની જોગવાઈ
● પોલિસ દળમાં 5635 જેટલી ભરતી કરવાનું આયોજન
● ટ્રાફિક બ્રિગેડમાં 4000 સ્વયંસેવકોનો વધારો કરાશે
● સ્વયંસેવકોની સંખ્યા 6,000 થી વધારી 10,000 કરાશે
● 33 % મહિલાઓનો સમાવેશ કરવાની જોગવાઈ
● ટ્રાફિક બ્રિગેડના સ્વયંસેવકોનું વેતન રૂ. 200 થી વધારી 300 થશેગૃહ વિભાગ માટે કુલ 5,420 કરોડ રૂપિયાની જોગવાઈ
● યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાપન માટે 200 કરોડ
● પોલીસદળમા નવી 5635 જગા સીધી ભરતી થી ભરાશે
● રહેણાંક અને બિન રહેણાંક CCTV પ્રોજેકટ માટે 102 કરોડસામાજિક ન્યાય અધિકારિતા માટે બજેટમાં કુલ 3,641 કરોડ રૂપિયાની જોગવાઈ
● કુલ 58 લાખ વિદ્યાર્થીને પ્રીમેટ્રીક શિષ્યવૃતિ માટે 374 કરોડ
● ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 146 કરોડ
● છાત્રાલયોમાં વિનામૂલ્યે રહેવા જમવાની સવલતો માટે 162 કરોડ
● કુંવરબાઈ મામેરૂ યોજના માટે 30 કરોડ
● વિનામૂલ્યે સાયકલ યોજના માટે 64 કરોડ
● સમાજ સુરક્ષા વિભાગની વૃધ્ધ પેન્શન યોજના માટે 474 કરોડ
● ગુજરાત બિન અનામત શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ માટે 506 કરોડઅંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક