Skip to main content
Settings Settings for Dark

રાજકોટ - 1769 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવા માટે મળેલુ જનરલ બોર્ડ તોફાની બન્યુ

Live TV

X
  • કાર્પેટ એરિયાના દર નક્કી કરવા સહિત 11 દરખાસ્તો ઉપર ચર્ચા કરવામાં આવી

    રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાનું 1769 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવા માટે આજે જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ 11 દરખાસ્તો મૂકવામાં આવી છે. પાણીવેરો યથાવત રાખવા સહિતની બજેટની દરખાસ્તો તેમજ કાર્પેટ એરિયાના દર નક્કી કરવા સહિત 11 દરખાસ્તો ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે વિપક્ષે ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો મુદ્દો ઉછાળ્યો છે. જેથી જનરલ બોર્ડ તોફાની બની છે.કોર્પોરેશનનું 2017-18નું રિવાઇઝ્ડ બજેટ તથા 2018-19નું નવું બજેટ મંજૂર કરવા, કાર્પેટ એરિયા આધારિત વેરા પદ્ધતિ હેઠળ વેરાના દર નક્કી કરવા, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ, મિલકત વેરામાં વળતર યોજના, સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા, પાણી દર નિયત કરવા, ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્સ નિયત કરવા, થિએટર ટેક્સ નિયત કરવા, વાહન કર નિયત કરવા, ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ 2018-19નું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરવાની દરખાસ્ત આજે મળેલી બોર્ડ બેઠકમાં મૂકવામાં આવી
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply