રાજ્યમાં , 500 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટના અમલીકરણ માટે / ખાસ સમિતિની રચના - / મુખ્યમંત્રીનો પ્રજાલક્ષી નિર્ણય.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ , સમીક્ષા અને નિર્ણય માટે , પ્રગતિશીલ ગુજરાત અન્વયે એક ઉચ્ચસ્તરિય સમિતીની રચના કરવાની જાહેરાત કરી છે. રૂપિયા 500 કરોડથી , વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટના ત્વરિત અમલીકરણ માટે આ સમિતીની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાવાળી , આ સમિતિમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત ઊર્જા મંત્રી , સૌરભ પટેલ, મહેસુલ મંત્રી કૌશિક પટેલ, અને મુખ્ય સચિવ , જે.એન.સિંહ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સહિત અન્ય સચિવો હશે. આ દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે મુખ્યમંત્રી સ્વયં સમિક્ષા બેઠક કરશે. તો મુખ્યમંત્રી કાર્યાલયમાં અલાયદુ સેલ ઉભુ કરવામાં આવશે. આ સમિતિની રચનાને કારણે ગુજરાતના વિકાશલક્ષી કાર્યોને વેગ મળશે.