70મા રેલવે સપ્તાહમાં પશ્ચિમ રેલવેનો ડંકો, સૌથી વધુ શીલ્ડ જીતી મેળવ્યું બહુમાન
Live TV
-
તાજેતરમાં નવી દિલ્હીના 'યશોભૂમિ' ખાતે આયોજિત 70મા રેલવે સપ્તાહના કેન્દ્રીય સમારોહમાં પશ્ચિમ રેલવે (Western Railway)એ રાષ્ટ્રીય સ્તરે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે પશ્ચિમ રેલવેને અનેક પ્રતિષ્ઠિત શીલ્ડ અને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.ઐતિહાસિક સિદ્ધિ: પશ્ચિમ રેલવે આ વર્ષે ભારતીય રેલવેમાં સૌથી વધુ શીલ્ડ પ્રાપ્ત કરનાર ઝોન બન્યું છે.સમગ્ર આરોગ્ય સેવા, બિન-ભાડા આવક, ટ્રેક જાળવણી અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ ક્ષેત્રે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.પશ્ચિમ રેલવેના 7 અધિકારીઓ અને કર્મચારીઓને તેમની અસાધારણ સેવા અને સતર્કતા બદલ 'અતિ વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કાર–2025' થી નવાજવામાં આવ્યા.
મુંબઈ, રાજકોટ અને ભાવનગર મંડળના કર્મચારીઓએ સંભવિત દુર્ઘટનાઓ અટકાવી સુરક્ષિત રેલ સંચાલન સુનિશ્ચિત કર્યું.રામપ્રવેશ કુમાર (લોકો પાયલોટ - રાજકોટ) બંટી કુમાર (ટ્રેક મેન્ટેનર - મુંબઈ સેન્ટ્રલ), યોગેશકુમાર શર્મા (પોઈન્ટસમેન - ભાવનગર), પિન્ટુ શર્મા (સિનિયર સેક્શન ઓફિસર - HQ),અંશુલ બંસલ (સિનિયર ડિવિઝનલ એન્જિનિયર - અમદાવાદ),ચિરાગ મિત્તલ (ડેપ્યુટી ચીફ એન્જિનિયર - કન્સ્ટ્રક્શન), અપૂર્વ તિવારી (ડેપ્યુટી ચીફ S&T એન્જિનિયર - વડોદરા)પશ્ચિમ રેલવેની આ સફળતા માળખાગત વિકાસ, ટેકનિકલ કુશળતા અને યાત્રી સુરક્ષા પ્રત્યેની તેની અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
