Skip to main content
Settings Settings for Dark

83 કરોડ રૂપિયાની પાઇપ લાઇનના કામોમે મંજૂરી આપતા CM રૂપાણી

Live TV

X
  • સૌરાષ્ટ્રના ફોફળ-૧ જળાશય માટે ૮૩ કરોડ રૂપિયાની પાઇપ લાઇનના કામોને મંજૂરી આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, ૮ ગામોના ૧૦ હજાર એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ બનશે. જામકંડોરણા અને ધોરાજીના બાવન ગામોની ૧ લાખ ૮૦ હજાર જનસંખ્યાને પીવાના પાણીનો લાભ.

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્રના ધોરાજી અને તેની આસપાસના વિસ્તારોના ગામોને પીવાના પાણીની અને સિંચાઇની કાયમી સુવિધાઓ આપવાના ઉદાત્ત ભાવ સાથે ફોફળ-૧ જળાશય માટે ૮૩ કરોડ રૂપિયાની પાઇપ લાઇનના કામોને મંજૂરી આપી છે.
    મુખ્યમંત્રીશ્રીએ પાઇપ લાઇન લંબાવવા માટેના કામોને મંજૂરી આપી છે તેના પરિણામે ફોફળ-૧ ડેમમાં પાણી સરળતાએ મળતું થશે અને ૮ ગામોના ૧૦ હજાર એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ બનશે.
    એટલું જ નહિ, જામકંડોરણા અને ધોરાજીના બાવન ગામોની ૧ લાખ ૮૦ હજાર જનસંખ્યાને પીવાનું પાણી મળશે.
    મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ વિસ્તારના જનપ્રતિનિધિ અને અન્ન નાગરિક પૂરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાએ ફોફળ-ર જળાશયની નીચેના વિસ્તારની પાઇપ લાઇનની લંબાઇ વધારીને ફોફળ-૧ જળાશયમાં પાણી ભરવાની કરેલી રજૂઆતનો મુખ્યમંત્રીશ્રીએ સાનુકૂળ પ્રતિસાદ આપી આ ૮૩ કરોડ રૂપિયાની આ યોજના મંજૂર કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply