સાબર ડેરીની પશુપાલકોને ભેટ, પશુ દાણની પ્રતિ બેગે રૂ.50નો કર્યો ઘટાડો
Live TV
-
કોરોના મહામારી વચ્ચે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી ગણાતી સાબર ડેરી તરફથી પશુપાલકોને ભેટ આપવામાં આવી હોય છે, જેમાં તાજેતરમાં યોજાયેલી જનરલ સભા દરમિયાન પશુ દાણ તેમજ ખાણ દાણમાં પ્રતિ એક બેગે રૂપિયા 50નો ઘટાડો કરવામાં આવ્યો છે.
જેથી જિલ્લાના પશુપાલકોમાં ખુશી વ્યાપી છે. આગામી એક સપ્ટેમ્બરથી સાબરદાણ તેમજ મકાઈ ભરડામાં પ્રતિ બેગે રૂપિયા 50 નું ઘટાડો કરવામાં આવ્યો છે...આ નિર્ણયથી અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાના સાડા ત્રણ લાખથી વધારે પશુપાલકોને લાભ થશે..
