રાજ્યમાં નવા 1272 કેસ નોંધાયા, તો 1050 દર્દીઓ સાજા થયા
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1272 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં નવા 1050 દર્દીઓ સાજા થયા છે. અને તેની સાથે સાજા થવાનો દર 80.51 ટકાએ પહોંચ્યો છે.
આજે રાજ્યમાં કુલ 75,800 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 21,21,751 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 74,551 દર્દીઓ સાજા થયા છે.
નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 92,601 પર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 15,072 છે, જેમાંથી 86 વેન્ટિલેટર પર છે અને 14,986 સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 74,551 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં નવા 14 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે કુલ મોતનો આંકડો 2978 પર પહોંચ્યો છે. આજે સુરત જિલ્લામાં નવા 270, અમદાવાદ જિલ્લામાં 168, વડોદરા જિલ્લામાં નવા 132 તો રાજકોટમાં નવા 112 કેસ નોંધાયા છે.
