Skip to main content
Settings Settings for Dark

AMCનું 6,990 Crનું બજેટ મંજૂર, કાંકરિયામાં બનશે સિંગાપોર જેવું ફિશ એક્વેરિયમ

Live TV

X
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 6,990 કરોડનું બજેટ મંજુર થઈ ગયું છે. આ બજેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સુધારા સાથે મંજુર કર્યું છે,, જેમાં કુલ 490 કરોડના સુધારા સાથે મંજુરી આપવામાં આવી છે. આ બજેટની જોગવાઈઓ મુજબ, વિકાસના કામો પાછળ 3,490 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ફાળવણી અંતર્ગત 3 જગ્યાએ ફ્લાય ઓવરબ્રિજ અને શહેરની નવી ટીપી સ્કીમમાં RCC રોડ પાછળ 15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની જોગવાઇ કરાઇ છે,,,, આ સાથે જ મ્યુનિસિપલ કાઉન્સિલનું બજેટ 22 લાખથી વધારી 25 લાખ કરાયું છે એટલે કે, 3 લાખનો વધારો કરાયો છે.

    AMCના વિકાસલક્ષી બજેટમાં અમદાવાદીઓને શું મળશે, તેના પર એક નજર કરીએ તો, અમદાવાદની શાન ગણાતા કાંકરિયાની રોનકમાં વધારો કરાશે, એટલે કે, સિંગાપોર જેવું ફિશ એક્વેરિયમ બનાવવાની પણ બજેટમાં જોગવાઇ કરાઇ છે.

    શહેરમાં ત્રણ સ્થળે થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજ અને શહેરની નવી ટીપી સ્કીમમાં આરસીસી રોડ માટે 15 કરોડ રુપિયા ખર્ચાશે.

    જંત્રી આધારિત પ્રોપર્ટી ટેક્સમાં 25 ટકા રાહત ચાલુ રખાશે. કમિશનરે 50 ટકા રાહત પાછી ખેંચવા દરખાસ્ત કરી હતી.

    શહેરીજનો પર કુલ 38 કરોડના વેરા ઝીંકાયા, જોકે મિલકત વેરો અને વોટર કન્ઝર્વન્સી ટેક્સ યથાવત રખાયો.

    બજેટમાં મ્યૂનિસિપલ કાઉન્સિલરના બજેટમાં પણ 3 લાખ રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.જેથી હવે કોર્પોરેટરને 22ને બદલે 25 લાખ રુપિયા મળશે.

    મહત્ત્વના ખર્ચ તરીકે મેયરહાઉસનું રુપિયા બે કરોડના ખર્ચે રીનોવેશન કરવામાં આવશે.

    અમદાવાદ કોર્પોરેશન દ્વારા સોશિઅલ મીડિયા સેન્ટર બનાવાશે. કાંકરીયામાં સિંગાપોર જેવું ફિશ એક્વેરિયમ બનાવવામાં આવશે.

    શહેરના ચારેય ઝોનમાં ડ્રેનેજ કામ, પાણીની લાઇન, ટોઇલેટ સુવિધા,આરસીસી રોડ, સ્ટોર્મ વોટર લાઇન, પેવર બ્લોક વગેરે કામો માટે પણ જરુરિયાત મુજબ ફાળવણી કરવામાં આવશે.

    શહેરમાં છ નવા પાર્ટીપ્લોટ બનશે.

    અમદાવાદ-બોટાદ રેલવે લાઇનમાં 16 અન્ડરપાસ બનાવાશે. શહેરમાં 26 સ્થળે નવા ફ્લાયઓવર બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
apply