ખાસ પોશાક સાથે 5000 મહિલાઓએ લગાવી મહેંદી
Live TV
-
સુરત શહેર આહીર સમાજ દ્વારા 502 સમૂહલગ્ન પૂર્વે મહેંદી રસમનો કાર્યક્રમ યોજાયો
ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાનન મેળવવા સુરતમાં એકસાથે 5000 આહીર મહિલાઓએ મહેંદી લગાવી હતી, જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા માટે 5000 મહિલાઓ, જ્યારે 2500 જેટલા સ્પર્ધક એક સાથે મહેંદી લગાવવા બેઠા હતા, એટલું જ નહીં, તમામ મહિલાઓએ ખાસ પોશાક પહેર્યો હતો, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મહેંદી મુકવા માટે માત્ર 11 મિનિટની સમય મર્યાદા હતી.
સુરત શહેર આહીર સમાજ દ્વારા 502 યુગલોના સમૂહલગ્ન સોમવારે યોજાવાન છે ત્યારે સમૂહલગ્ન પૂર્વે મહેંદી રસમનો કાર્યક્રમ યોજાયો હતો. આહીર સમાજ દ્વારા આયોજિત લગ્નપ્રસંગ પૂર્વે થયેલા મહેંદી રસમના કાર્યક્રમમાં એક રેકોર્ડ બન્યો હતો. ફક્ત સુરત કે ગુજરાતમાં જ નહિ પણ દુનિયામાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં બહેનોએ હાજર રહીને મહેંદી મૂકી હતી. 2500 જેટલી બહેનોએ હાથમાં મહેંદી મુકાવી હતી. જ્યારે તેટલી જ બહેનોએ હાથમાં મહેંદી પાડી આપી હતી.