AMC રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠક: સુભાષબ્રિજ મામલે મોટો નિર્ણય
Live TV
-
AMC રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠક: સુભાષબ્રિજ મામલે મોટો નિર્ણય
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની આજે મહત્વપૂર્ણ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરના અતિ-મહત્વના સુભાષ બ્રિજ પ્રોજેક્ટને લઈને વધુ એકવાર ફેરવિચારણા કરવામાં આવી છે. પાલિકા દ્વારા ખર્ચમાં કાપ મૂકીને પ્રજાના નાણાંનો બચાવ કરવા માટે કેટલાક કડક અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
₹5 કરોડ વધુ ચૂકવવા પર રોક
બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ, સુભાષ બ્રિજ નિર્માણ મામલે અગાઉ જે ₹5 કરોડ વધુ ચૂકવવાની વાત હતી, તેના પર રોક લગાવી દેવામાં આવી છે.ક્યાં અને કેવી રીતે થશે બચત?
ખર્ચને નિયંત્રિત કરવા માટે AMC એ વિશેષ આયોજન કર્યું છે. બ્રિજની ડિઝાઇનમાં 7 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે, જેનાથી સીધા ₹3.37 કરોડ જેટલી રકમ બચાવી શકાશે. ડિઝાઈન ઉપરાંત પ્રોજેક્ટના અન્ય બિનજરૂરી ખર્ચાઓ પર પણ કાપ મૂકવામાં આવ્યો છે.આ તમામ સુધારાઓ અને કાપને કારણે હવે નવો સુભાષબ્રિજ અંદાજે ₹10 કરોડ જેટલી ઓછી કિંમતમાં તૈયાર થશે, જેનાથી મ્યુનિસિપલ તિજોરી પરનું ભારણ ઘટશે અને પ્રજાના ટેક્સના નાણાંની મોટી બચત થશે.
