Skip to main content
Settings Settings for Dark

CMની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટની બેઠક

Live TV

X
  • વરસાદની સ્થિતિને લઈને ચર્ચા કરાઈ

    મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈ ચર્ચા કરવામાં આવી હતી.રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાત, કચ્છ, અને સૌરાષ્ટ્રમાં હજુ જોઈએ તેટલો વરસાદ વરસ્યો નથી. ત્યારે પાણી પુરવઠાની સ્થિતિને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે રાજ્યમાં વિધાનસભાની ખાલી થયેલી બેઠકો પર ચર્ચા કરાઈ હતી.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું બજેટ જાહેર થઈ ગયું છે. આ બન્ને બજેટની જોગવાઈઓ પર વિગતે ચર્ચા કેબિનેટમાં કરવામાં આવી હતી. તેમજ પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન મહેસૂલ વિભાગ, શ્રમ અને રોજગાર ડીઝાસ્ટર મેનેજનેન્ટ, યાત્રાધામ વિકાસ બોર્ડ, સામાજિક ન્યાય અને અધિકારી વિભાગના પ્રશ્નો ઉપર ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ વિધાનસભાની બહાર મંત્રી ઈશ્વરભાઈ પરમાર માંડલ તાલુકાના વરમોર ગામની ઘટના અંગે લેવાયેલા પગલાં અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply