CM ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યમાં કરફ્યુના સમય સંબંધી લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો
Live TV
-
બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કોર કમિટીમાં બેઠક કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદામાં આગામી તા. 31 જૂલાઈથી એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો અમલ હાલ રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધીનો છે તેને બદલે આગામી તા. 31 જૂલાઈથી રાત્રિના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે.આ ઉપરાંત આ આઠ મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટસ પણ રાત્રિના 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જ્યારે રાજયમાં ખુલ્લી જગ્યામાં જાહેર સમારંભો યોજવામાં 200 વ્યક્તિઓની મર્યાદા છે તે વધારીને 400 વ્યક્તિની કરાઈ છે. બંધ હોલમાં કાર્યક્રમોનું આયોજન કરાયું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના ગાઈડલાઈન્સના સંપૂર્ણ પાલન સાથે યોજવાના રહેશે.સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય પણ ગઈકાલે મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો હતો.
