Skip to main content
Settings Settings for Dark

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા

Live TV

X
  • કોરોના મહામારીની લહેરની વચ્ચે બીજા પાણીજન્ય રોગોનો ફેલાવો વધી ગયો છે તહેવારો પણ નજીક આવી રહ્યા હોવાથી;લારી અને રસ્તા પર મળતી ખાણી-પીણી વસ્તુઓની તપાસ કરવામાં આવી હતી સાથે સેમ્પલ લઇને લેબોલેટ્રીમાં મોકલવામાં આવ્યા હતા. 
    રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડીને પાણીપુરીની લારીઓ, ફેરિયાઓ અને વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઈવમાં રાજયના આશરે 4000 જેટલા પાણીપૂરી વેચતા ફેરિયાઓ, વેપારીઓની લારીઓ અને દુકાનોની તપાસ કરવામાં આવી હતી. જેમાં પાણીપૂરીના પાણી, ચટણી, માવો,સહિતના કુલ 636 નમુના લેવામાં આવ્યા હતા અને તેને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી અપાયા છે. તેમાં 1500 કિલો બટાકા અને તેનો મસાલો, 1,335 લિટર પાણીપુરીનું પાણી, ચટણીનો તૈયાર જથ્થો મળીને કુલ રૂપિયા 90 હજાર 569 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.   
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply