CM રૂપાણીએ ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતી ઉતારી
Live TV
-
અમદાવાદમાં છેલ્લા 143 વર્ષથી યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે કોરોના મહામારીને કારણે પહેલીવાર નહીં નીકળે. જોકે રથયાત્રાની તમામ શાસ્ત્રોક્ત વિધિ રાબેતા મુજબ યોજાશે.
આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના પત્ની અંજલીબેન રૂપાણી સાથે ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતી કરવા માટે મંદિર પહોંચ્યા હતા, જ્યાં અમદાવાદના મેયર બીજલબેન પટેલ પણ હાજર રહ્યા હતા.
આરતી બાદ મુખ્યમંત્રીએ મીડિયાને સંબોધન પણ કર્યું હતું. આવતીકાલે સવારે સાત વાગે પહિંદ વિધી કરીને રથયાત્રાનો શુભારંભ પણ કરાવશે. રથયાત્રા પહેલા પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત મંદિર પરિસરમાં ગોઠવી દેવામાં આવ્યો છે.
