CM રૂપાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યુ
Live TV
-
યુવા શક્તિનાં પ્રતિક સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નીમિતે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટની વિવિધ પ્રકલ્પોનું ઈ- લોકાર્પણ અને ઈ- ખાતમુહુર્ત કર્યુ હતુ.. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદેશનાં વિદ્યાર્થીઓ માટે 4 કરોડનાં ખર્ચે તૈયાર થયેલા ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિસ્ટ હાઉસ, તેમજ સરસ્વતી મહિલા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને વાચનની સુવિધા મળી રહે તે માટે પુજ્ય પાંડુરંગ શાસ્ત્રી વાચનાલયનું ઈ- લોકાર્પણ તેમજ સેન્ટ્રલ લાઈબ્રેરી, સ્પોર્ટસ હોસ્ટેલ અને ઓપન એર થીયેટરનું ઈ- ખાતમુહુર્ત કરાયુ હતુ.
યુવા શક્તિનાં પ્રતિક સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નીમિતે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટની વિવિધ પ્રકલ્પોનું ઈ- લોકાર્પણ અને ઈ- ખાતમુહુર્ત કર્યુ હતુ.. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદેશનાં વિદ્યાર્થીઓ માટે 4 કરોડનાં ખર્ચે તૈયાર થયેલા ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિસ્ટ હાઉસ, તેમજ સરસ્વતી મહિલા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને વાચનની સુવિધા મળી રહે તે માટે પુજ્ય પાંડુરંગ શાસ્ત્રી વાચનાલયનું ઈ- લોકાર્પણ તેમજ સેન્ટ્રલ લાઈબ્રેરી, સ્પોર્ટસ હોસ્ટેલ અને ઓપન એર થીયેટરનું ઈ- ખાતમુહુર્ત કરાયુ હતુ.. મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં સંબોધન દરમ્યાન સૌથી પહેલા તમામ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની શુભેચ્છા પાઠવી હતી...અને જણાવ્યુ હતુ કે 150 વર્ષ વીતી જવા છતાં આજે પણ સ્વામી વિવેકાનંદ તમામ વિદ્યાર્થીઓનાં આદર્શ છે.. આજનાં દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના આ કાર્યક્રમમાં 5 દિવસમાં 25 હજાર વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન એ સ્વામીજી પ્રત્યે વિદ્યાર્થીઓની લાગણી દર્શાવે છે..
