Skip to main content
Settings Settings for Dark

CM રૂપાણી અને વિદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા સદસ્યતા અભિયાનનો પ્રારંભ

Live TV

X
  • આ સદસ્યતા અભિયાન સર્વવ્યાપી - સર્વસ્પર્શી છે. વધુમાં વધુ સમાજના લોકોને પક્ષમાં જોડીને, પાર્ટીનો વ્યાપ વધારવાનો ભાજપનો આ પ્રયાસ છે..

    ભારતીય જનતાપાર્ટી દ્વારા આજથી સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં દિનેશ હોલ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે, સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે પક્ષનું સદસ્યતા અભિયાનનું ગીત પણ લોન્ચ કર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ અને વિદેશમંત્રી એસ.જયશંકરે સદસ્યતા પ્રાપ્ત કરનાર સભ્યોને ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ સદસ્યતા અભિયાન સર્વવ્યાપી - સર્વસ્પર્શી છે. તેમણે કહ્યું હતું કે વધુમાં વધુ સમાજના લોકોને પક્ષમાં જોડીને, પાર્ટીનો વ્યાપ વધારવામાં આવશે, જેથી લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના વધે. વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે તેઓ આજે કેન્દ્રિયમંત્રી તરીકે નહીં , પરંતુ ગુજરાતના પ્રતિનિધિ તરીકે આવ્યા છે. તેમણે રાજ્યસભામાં પ્રતિનિધિત્વ બદલ પાર્ટીનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા , સદસ્યતા અભિયાનના રાષ્ટ્રીય સહસંયોજક અરૂણ ચતુર્વેદી સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply