Skip to main content
Settings Settings for Dark

એશિયાના સૌથી મોટા બાયોગેસ પ્લાન્ટની પુરષોત્તમ રૂપાલાએ લીધી મુલાકાત

Live TV

X
  • સમગ્ર એશિયા ખંડમાં મોટામાં મોટો બાયોગેસ પ્લાન્ટ ખેડા જિલ્લાના વસો તાલુકાના પીજ ખાતે આવેલ ગોવર્ધનનાથજી એનર્જીસ બાયોગેસ પ્લાન્ટની કેન્દ્રિય કૃષિ રાજયમંત્રીશ્રી પુરષોત્તમભાઇ રૂપાલાએ આજે મુલાકાત લીધી હતી. કેન્દ્રિય રાજય મંત્રીશ્રીએ બાયોગેસ પ્લાન્ટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ તથા સાંસદશ્રી દેવુંસિંહ ચૌહાણ આ મુલાકાત વેળાએ કેન્દ્રિય રાજય મંત્રીશ્રીની સાથે જોડાયા હતા.

    સમગ્ર એશિયા ખંડમાં મોટામાં મોટો બાયોગેસ પ્લાન્ટ ખેડા જિલ્લાના વસો તાલુકાના પીજ ખાતે આવેલ ગોવર્ધનનાથજી એનર્જીસ બાયોગેસ પ્લાન્ટની કેન્દ્રિય કૃષિ રાજયમંત્રીશ્રી પુરષોત્તમભાઇ રૂપાલાએ આજે મુલાકાત લીધી હતી. કેન્દ્રિય રાજય મંત્રીશ્રીએ બાયોગેસ પ્લાન્ટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ તથા સાંસદશ્રી દેવુંસિંહ ચૌહાણ આ મુલાકાત વેળાએ કેન્દ્રિય રાજય મંત્રીશ્રીની સાથે જોડાયા હતા.  

      રાજય મંત્રી પુરષોત્તમભાઇ રૂપાલાએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા આ બાયોગેસ પ્લાન્ટની સરાહના કરતા જણાવ્યું કે, આદ્યુનિક ટેક્નોલોજીનો વિનિયોગ કરી બાયો ડીગ્રીબલ વેસ્ટમાંથી જૈવિક ખાતર અને બાયોગેસ બનાવવામાં આવે છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની જીરો બજેટ આધારિત ખેતીની સંકલ્પનાને પરિપૂર્ણ કરે છે. રાજય મંત્રીએ ઉમેર્યું કે, કેન્દ્ર સરકારે બજેટમાં પણ ખેડૂતો જીરો બજેટ ખેતી તરફ પ્રોત્સાહિત થાય તે માટે પગલા લીધા છે. ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડી જૈવિક ખાતર આધારિત ખેતી કરવા તેમણે ખેડૂતોને અનુરોધ કર્યો છે.

     બાયોગેસ પ્લાન્ટના ડિરેક્ટર આશિષ પટેલે બાયોગેસ પ્લાન્ટની વિગતો આપતા જણાવ્યું કે, દરરોજ પ્લાન્ટમાં ૨૪૦ ટન જેટલા બાયો ડીગ્રીબલ વેસ્ટમાંથી ૬૦ દિવસની પ્રક્રિયા બાદ ૫૦ ટન જેટલું જૈવિક ખાતર અને ૭ ટન જેટલો બાયોગેસ ઉત્પન્ન થાય છે જે ખેડૂતો અને ઔદ્યોગિક એકમોને જરૂરીયાત મુજબ પુરો પાડવામાં  આવે છે. આ જૈવિક ખાતરના કોઇ જ પ્રકારનું રાસાયણ ન હોવાથી ખેત ઉત્પાદન વધુ આપે છે.

        આ પ્રસંગે ગોવર્ધનનાથજી એનર્જીસના કન્સલન્ટન્ટ દિપક પ્રજાપતિ અને ર્ડા.આર.કે.શર્માએ કૃષિ રાજય મંત્રીને બાયોગેસ પ્લાન્ટ વિશેની રજેરજની માહિતીથી વાકેફ કર્યા હતા. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply