કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
Live TV
-
સ્વર્ગીય શ્યામાપ્રસાદ મુખરજીની 119મી જન્મજયંતિએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા પોડિયમમાં સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
સ્વર્ગીય શ્યામાપ્રસાદ મુખરજીની 119મી જન્મજયંતિએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા પોડિયમમાં સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલી અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. અને સ્વર્ગસ્થ શ્યામાપ્રસાદજીના સપના પ્રમાણે 370મી કલમ અને 35-એ દૂર થાય તેવી દેશની જનતાની ભાવના સાકાર થાય એ દિવસો હવે દૂર નથી. સાથે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ સ્વર્ગીય શ્યામાપ્રસાદજીને આ જ સાચી શ્રદ્ધાંજલી હોઇ શકે.
