Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ સદસ્યતા અભિયાનની કરાવી શરૂઆત

Live TV

X
  • સદસ્યતા અભિયાનમા વડોદરા શહેરના અગ્રણીઓએ બીજેપીનું સદસ્યતા ફાર્મ ભરીને પુરુષત્તોમ રૂપાલના હસ્તે સભ્યપદ મેળવીને ખેસ ધારણ કર્યો. જેમાં ક્રિકેટરો, ડોક્ટરો, વકીલો,કુલીઓ ઉપરાંત પ્રથમ વખત મતદાન કરતા યુવાનો નો સમાવેશ થાય છે.

    વડોદરા શહેર ભાજપા દ્વારા સંગઠન પર્વ-2019 નિમીત્તે સદસ્યતા અભિયાનનું છાણી ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમા કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી પુરૂષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહયા હતા. સદસ્યતા અભિયાનમા વડોદરા શહેરના અગ્રણીઓએ બીજેપીનું સદસ્યતા ફાર્મ ભરીને પુરુષત્તોમ રૂપાલના હસ્તે સભ્યપદ મેળવીને ખેસ ધારણ કર્યો. જેમાં ક્રિકેટરો, ડોક્ટરો, વકીલો,કુલીઓ ઉપરાંત પ્રથમ વખત મતદાન કરતા યુવાનો નો સમાવેશ થાય છે. ત્યાર બાદ વડોદરા બીજેપી યુવા મોરચા દ્વારા હાલમાં મહિલાઓમાં દેશભરમાં સહુથી વધુ મતે ચૂંટાઈ આવેલા વડોદરાના રંગીલા સાંસદ રંજનબેન ભટ્ટની સુકામેવાથી તુલા કરવામાં આવી.સાથે કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી પુરુશોત્તોમ રૂપાલના વજન જેટલો 176 કિલો સૂકોમેવો મળી કુલ્લે 200 કિલો ઉપરાંત સુકોમેવો આગામી શરૂ થઇ રહેલા ગૌરીવ્રતમાં ગરીબ પરિવારોની કુમારીકાઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું. શહેર યુવા ભાજપા દ્વારા હવે સદસ્યતા અભિયાનને આગળ ધપાવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply