CM વિજય રૂપાણીએ ગિફ્ટ સીટી ખાતે I.F.S.C.ના નવા હેડક્વાર્ટનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
ગિફ્ટ સીટીમાં ફાઇનાન્સીયલ ઇન્સ્ટીટયુટ તેમજ બેન્કના આગમનથી યુવાનોના રોજગારના અવસર મળશે...
મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગિફ્ટ સીટી ઝડપથી ફાઇનાન્સીયલ વર્લ્ડનું પાવર હાઉસ બની રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગિફ્ટ સીટી ખાતે યસ બેન્કના I.F.S.C. ના નવા હેડક્વાર્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. સાથે જ તેમણે યસ બેન્કના યુ.એસ.ડી. બોન્ડ અને આઇ.એન.એક્સનો બેલ વગાડીને શુભારંભ કરાવ્યો હતો. આ તકે બોલતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ગિફ્ટ સીટીમાં ફાઇનાન્સીયલ ઇન્સ્ટીટયુટ તેમજ બેન્કના આગમનથી યુવાનોના રોજગારના અવસર મળશે. મુખ્યમંત્રીએ યસ બેન્કને બે વર્ષના ટૂંકાગાળામાં બે બિલિયન અમેરિકન ડોલરના નાણા કારોબાર માટે અભિનંદન પણ પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી દ્વારા ગુજરાતને આર્થિક કેન્દ્ર રૂપે વધુ વિકસિત કરશે.