ઉ.ગુ. યુનિ. ખાતે 134 વિદ્યાર્થીને રાજ્યપાલના હસ્તે સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા
Live TV
-
રાજ્યપાલ ઓ.પી.કોહલીના વરદ્ હસ્તે યુનિવર્સિટીના ૧૩૪ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉત્તમ પ્રદર્શન બદલ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા....
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ ઓ.પી.કોહલીના વરદ્ હસ્તે યુનિવર્સિટીના ૧૩૪ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉત્તમ પ્રદર્શન બદલ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે બોલતા રાજયપાલ ઓ.પી.કોહલીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી તેમજ જણાવ્યું હતું કે નવા ભારતના નિર્માણમાં, રાષ્ટ્રની સૌથી મોટી અપેક્ષા, શિક્ષિત યુવાનો પરત્વે છે. રાષ્ટ્રના નિર્માણમાં યુવાનોનું સર્વાધિક યોગદાન અપેક્ષિત છે. યુનિવર્સિટીના પરિસરથી શિક્ષણ મેળવી, જીવનના રાજપથ પર અગ્રેસર થતા યુવક-યુવતીઓએ, રાષ્ટ્ર માટે કંઈક વિશેષ પ્રદાન કરવાનો અભિગમ કેળવવો પડશે.