Skip to main content
Settings Settings for Dark

CNG સહભાગી યોજના: 214 લોકોને CNG સ્ટેશનના ફાળવણી પત્રનું વિતરણ

Live TV

X
  • યોજના અંતર્ગત રાજ્યમાં નવા 300 CNG પમ્પ શરૂ કરવાનું આયોજન

    પેટ્રોલ ડિઝલ કરતાં સીએનજીનો ઉપયોગ કરાય તો પર્યાવરણને ફાયદો થશે અને લોકોને સીએનજીની લાંબી લાઈનોમાંથી મુક્તિ મળે તે માટે રાજ્ય સરકારે સીએનજી સહભાગી યોજના બનાવી છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે સીએનજી સ્ટેશનના ફાળવણી પત્ર વિતરણ સમારોહમાં જણાવ્યુ હતું. ગાંધીનગર ખાતે રાજ્યમાં સીએનજી સ્ટેશનો વિકસાવવા સીએનજી સ્ટેશનના ફાળવણી પત્ર વિતરણ સમારોહ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં મુખ્ય સચિવ જે.એન.સિંઘ, સંબંધિત અધિકારીઓએ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા સીએનજી સહભાગી યોજના અંતર્ગત રાજ્યમાં નવા 300 સીએનજી પમ્પ શરૂ કરવાનું આયોજન કરાયું છે. આ આયોજન મુજબ માત્ર 6 મહિનામાં પ્રથમ તબક્કામાં 214 લોકોને CNG સ્ટેશનના ફાળવણી પત્રનું વિતરણ કરાયું છે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેના તમામ જિલ્લાઓમાં સીએનજી ગેસના વિતરણ માટેની અધિકૃત મંજૂરીઓ મળેલી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply