નર્મદા: કેવડિયામાં બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની ઉર્જા કોન્ફરન્સ
Live TV
-
ગુજરાતની વીજ વ્યવસ્થાના કેન્દ્રીય ઉર્જા મંત્રીએ વખાણ કર્યા
દેશભરમાં ઊર્જા ક્ષેત્રે થયેલા નવતર આયામોનું મનોમંથન કરવા માટે નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાઈ રહી છે.જેમાં દેશભરના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશના ઊર્જા મંત્રી ઓ, ઊર્જા સચિવઓ, વીજ વિતરક કંપનીના ચેરમેનો અને મેનેજીંગ ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા છે.જેમાં ખાસ ગુજરાતની વીજ વ્યવસ્થાના કેન્દ્રીય ઉર્જા મંત્રીએ વખાણ કર્યા હતા. વાર્ષિક અહેવાલમાં ટોપ 5 માં ગુજરાતની 4 કંપનીઓને સ્થાન મળ્યું હતું. જેમાં ભારતભરની કંપનીઓ માં DGVCL પ્રથમ રહી છે.તો પ્રેસ વાર્તામાં ઉર્જા મંત્રીએ રિન્યુએબલ ઉર્જા પર ભાર મુક્યો હતો. કેન્દ્રીય ઉર્જા સચિવ, સૌરભભાઈ પટેલની હાજરીમાં યોજાયેલ પ્રેસ વાર્તામાં જણાવ્યું હતું કે,છેલ્લા 70 80 મહિનામાં દેશના દરેક ગામમાં વીજળી પહોંચાડી છે,દરેક ઘરે વીજળી પહોંચી છે, 24 કલાક વીજળી આપવાનું લક્ષ સરકારનું છે, નક્સલ પ્રભાવિત છત્તીસગઢના કેટલાક ગામો વીજળી કરણ વિનાના રહી ગયા હોવાનું કબૂલ કર્યું હતું