Skip to main content
Settings Settings for Dark

CSMCRIની ‘સ્માર્ટ વેટલેન્ડ સિસ્ટમ’થી દૂષિત પાણીનું શુદ્ધિકરણ

Live TV

X
  • ભાવનગર: સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI), ભાવનગરના વૈજ્ઞાનિકોએ દૂષિત પાણીને શુદ્ધ કરીને ખેતી અને બાગાયત માટે ઉપયોગી બનાવતી ‘સ્માર્ટ વેટલેન્ડ સિસ્ટમ’ વિકસાવી છે.

    ભાવનગર મહાનગરપાલિકાના સહયોગથી કુંભારવાડા વિસ્તારમાં સ્થાપિત આ પ્લાન્ટમાં વનસ્પતિ, સૂક્ષ્મજીવો અને ઇલેક્ટ્રો-એક્ટિવ ટેક્નોલોજીના સમન્વયથી ગંદા પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ સિસ્ટમમાં એનારોબિક ઝોન, મીડિયા ફિલ્ટરેશન, ઇલેક્ટ્રો-એક્ટિવ વેટલેન્ડ, કેન્ના ઇન્ડિકા આધારિત કુદરતી શુદ્ધિકરણ અને પોલિશિંગ ઝોન એમ પાંચ તબક્કામાં પાણી શુદ્ધ થાય છે.ન્યૂનતમ વીજળી અને ઓછા જાળવણી ખર્ચે કાર્યરત આ પદ્ધતિ બ્લેક વોટર અને ગ્રે વોટરના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે. તેની કાર્યક્ષમતા 15 વર્ષથી વધુ સમય સુધી જળવાઈ રહેવાની શક્યતા છે.આ ટેક્નોલોજી દ્વારા શુદ્ધ થયેલા પાણીનો ખેતી અને બાગાયત ક્ષેત્રે પુનઃઉપયોગ કરી શકાય છે. દરિયાકાંઠા અને ગ્રામ્ય વિસ્તારોમાં જળસંકટના ઉકેલ માટે આ સિસ્ટમ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.વિજ્ઞાન અને પ્રકૃતિના સમન્વયથી દૂષિત પાણીને ઉપયોગી જળસંપત્તિમાં પરિવર્તિત કરતી આ પહેલ ટકાઉ જળસંરક્ષણ તરફનું મહત્વપૂર્ણ પગલું બની રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
apply