Skip to main content
Settings Settings for Dark

અમરેલીમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેનનો પ્રવાસ

Live TV

X
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબહેન ગજ્જરે અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન બાળકો અને મહિલાઓ માટે કાર્યરત વિવિધ સંસ્થાઓની મુલાકાત લીધી હતી.

    વિદ્યાસભા ગજેરા સંકુલ ખાતે યોજાયેલા ‘નશામુક્ત ભારત’ કાર્યક્રમમાં તેમણે અધ્યક્ષસ્થાનેથી બાળકો સાથે સંવાદ કરી બાળ અધિકારો તથા બાળકોને લગતા કાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ગર્લ્સ હોસ્ટેલ, બોયઝ હોસ્ટેલ અને રસોડાની પણ મુલાકાત લઈ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.ત્યારબાદ તેમણે પ્રતાપપરા ખાતેના સરકારી ચિલ્ડ્રન હોમ અને અમરેલીના બાળ સંભાળ ગૃહની મુલાકાત લઈ બાળકો સાથે સંવાદ કર્યો હતો. સંસ્થાઓમાં સ્વચ્છતા, માળખાકીય સુવિધાઓ અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ મુજબની વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરી હતી.

    ચેરમેનએ અમરેલીની બહેરા-મૂંગા શાળાની મુલાકાત લઈ બાળકોની સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લઈ મહિલાઓને અપાતી સેવાઓ અને સુવિધાઓની વિગતો મેળવી હતી.પ્રવાસ દરમિયાન તેમણે બાળકોના અધિકારોનું સંરક્ષણ, સલામતી અને સર્વાંગી વિકાસ માટેની કામગીરી વધુ સુદૃઢ બનાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
apply