Skip to main content
Settings Settings for Dark

પાટણમાં 678 કિલો શંકાસ્પદ લાલ ચટણીનો જથ્થો સીઝ

Live TV

X
  • પાટણ: નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA), પાટણ દ્વારા ખાદ્ય પરિસરોની તપાસ દરમિયાન 678 કિલો શંકાસ્પદ લાલ ચટણીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

    પાટણ શહેરના જૂના ગંજ બજાર વિસ્તારમાં આવેલી મે. તન્ના ટ્રેડર્સ ખાતે તપાસ દરમિયાન વેચાણ માટે રાખવામાં આવેલી લાલ ચટણી શંકાસ્પદ જણાતાં ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા તેનો નમૂનો લેવામાં આવ્યો હતો.આશરે ₹20,340ની કિંમતનો 678 કિલો જથ્થો સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો હતો. લેવામાં આવેલ નમૂનો નિયમ મુજબ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. રિપોર્ટ મળ્યા બાદ નિયમોનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    આ ઉપરાંત પેઢીને સ્વચ્છતા જાળવવા અને જરૂરી સુધારાત્મક પગલાં લેવા ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ પાઠવવામાં આવી છે.FDCA દ્વારા ખાદ્ય વ્યવસાયકારોને ખાદ્ય સલામતીના ધોરણોનું કડક પાલન કરવા તથા માત્ર ગુણવત્તાસભર અને સલામત ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવા સૂચના આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
apply