Skip to main content
Settings Settings for Dark

‘વડનગર – વિરાસત ભી, વિકાસ ભી’ રીલ સ્પર્ધા

Live TV

X
  • વડનગર: ગુજરાત સરકાર દ્વારા વડનગરની ઐતિહાસિક વિરાસત, સંસ્કૃતિ અને વિકાસયાત્રાને સર્જનાત્મક રીતે રજૂ કરવા ‘વડનગર – વિરાસત ભી, વિકાસ ભી’ શોર્ટ રીલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

    ભારત સરકારના MyGov પ્લેટફોર્મ પર યોજાઈ રહેલી આ સ્પર્ધામાં તમામ વયજૂથના નાગરિકો તેમજ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લઈ શકશે.સહભાગીઓ વડનગરના ઐતિહાસિક સ્મારકો, સાંસ્કૃતિક પરંપરા, પ્રવાસન સ્થળો, આધુનિક માળખાકીય સુવિધાઓ અને વિકાસલક્ષી પહેલોને આવરી લેતી 30થી 60 સેકન્ડની રીલ બનાવી શકશે. વીડિયોનું રિઝોલ્યુશન ઓછામાં ઓછું 720p હોવું જરૂરી છે અને રીલ ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં બનાવી શકાશે.

    સ્પર્ધકોને પોતાની ઓરિજિનલ રીલ Instagram અથવા YouTube પર પબ્લિક પોસ્ટ કરીને તેની લિંક MyGov પોર્ટલ પર સબમિટ કરવાની રહેશે. AI જનરેટેડ કન્ટેન્ટ અને પરવાનગી વિના કૉપિરાઇટ સામગ્રીનો ઉપયોગ માન્ય રહેશે નહીં.સ્પર્ધાના વિજેતાઓને પ્રથમ ક્રમે ₹31,000, દ્વિતીય ક્રમે ₹21,000 અને તૃતીય ક્રમે ₹11,000નું રોકડ ઇનામ આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવાની અંતિમ તારીખ 11 સપ્ટેમ્બર, 2026 છે.વડનગરની ગૌરવશાળી વિરાસત અને આધુનિક વિકાસને પોતાની સર્જનાત્મકતા દ્વારા રજૂ કરવા નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
apply