પોલીસ વડાની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠક
Live TV
-
રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની વર્તમાન પરિસ્થિતિ અંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને જિલ્લા પોલીસ અધિક્ષકો જોડાયા હતા.
બેઠકમાં ખાસ કરીને ઈમરજન્સી સેવા 112 અને તેના રિસ્પોન્સ ટાઈમની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. નાગરિકોને કટોકટીના સમયે ઝડપી અને સમયસર પોલીસ સહાય મળી રહે તે માટે રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા પર ભાર મૂકાયો હતો.પોલીસ વાહનો અને ડ્રાઈવરોની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તેમજ બંધ પડેલા વાહનોનું તાત્કાલિક સમારકામ કરવા સૂચના આપવામાં આવી હતી. 112 સેવાના સ્ટાફની યોગ્ય હાજરી અને રજા મંજૂરી દરમિયાન કંટ્રોલ રૂમ સાથે સંકલન જાળવવા પણ નિર્દેશ અપાયો હતો.રાજ્ય પોલીસ વડાએ 112 સેવાની કામગીરીનું સતત મોનિટરિંગ કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
