Skip to main content
Settings Settings for Dark

GPSCની DySO અને નાયબ મામલતદાર વર્ગ 3ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, રાજ્યના 1 હજાર 240 કેન્દ્રો પર 1 લાખ 76 હજાર ઉમેદવારોએ આપી પરીક્ષા

Live TV

X
  • રાજ્યના 32 જિલ્લાઓમાં આ પરીક્ષા સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રાજ્યના 1 લાખ 76 હજાર ઉમેદવારો પરીક્ષા આપી હતી

     GPSC દ્વારા આજે DySO અને મામલતદાર  વર્ગ 3ની પરીક્ષા શાતિંપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.રાજ્યભરના 32 જિલ્લાઓમાં આ પરીક્ષા સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રાજ્યના 1 લાખ 76 હજાર ઉમેદવારો પરીક્ષા આપી હતી. DySO અને મામલતદાર  વર્ગ 3ની પરીક્ષાને લઈ 1 હજાર 240 સેંટર પર 1 હજાર 290 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

    અરવલ્લી જિલ્લામાં ધનસુરા, મોડાસા અને બાયડ સહિત 6 તાલુકાના કુલ ૩૫ પરીક્ષા કેન્દ્રો ઉપર GPSC દ્વારા આયોજિત DySO અને નાયબ મામલતદાર વર્ગ 3 પરીક્ષા યોજાઇ હતી.આ પરીક્ષા 11 કલાકથી બપોરના 1 કલાક સુધી યોજાઇ હતી.પરીક્ષાર્થીઓ માટે પોલીસ બંદોબસ્ત, મેડિકલ ટીમ સહિત વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી.

    જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ DySO અને નાયબ મામલતદાર વર્ગ 3ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જિલ્લાના 18 કેન્દ્રોમાં કુલ 2 હજાર 810 પરિક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ઉમેદવારને પ્રવેશ દ્વાર પર ચેકિંગ કરી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.પરિક્ષાર્થીઓએ પ્રશ્નપત્ર ખૂબ જ સરળ હોવાનું જણાવી ખુશી વ્યક્ત કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply