GPSC દ્રારા 1 જૂન થી 30 જૂન 2020 સુધીમાં આયોજિત તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી
Live TV
-
કોરોનાની હાલની સ્થિતિમાં 1 જૂન થી 30 જૂન 2020 સુધીમાં આયોજિત તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. અગાઉ GPSC દ્રારા 31 મે સુધીમાં લેવાનારી બધી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા મોકૂફ રાખવામાં આવેલી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની તારીખો નક્કી કરીને 20 જૂનના રોજ આયોગની વેબ સાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે. જે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. પરીક્ષાની નવી તારીખોની જાણકારી માટે ઉમેદવારોએ આયોગની વેબ સાઈટ જોતા રહેવા માટે વિનંતિ પણ કરવામાં આવી છે.
