MSMEs માટે કરાયેલી મહત્વની જાહેરાતોને CM વિજય રૂપાણીએ આવકારી
Live TV
-
નાણામંત્રી નિર્મલા સિતારમણે MSME સેક્ટરને વિકાસ માટે કરેલી ઘણી મહત્વની જાહેરાતોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવકારતા કહ્યું કે, તેઓ સમગ્ર ગુજરાતની જનતા વતી કેન્દ્ર સરકારનો આભાર માને છે. લોકડાઉનને કારણે આર્થિક મંદી તરફ જઈ રહેલાં MSME ઉદ્યોગ માટે આ બુસ્ટ અપ ડોઝ છે. તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, આત્મ નિર્ભર ભારતના વિચારને સાર્થક કરતું આ મહત્વનું પગલું સાબિત થશે... તો આ પેકેજને આવકારતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે MSMEsને આ પેકેજથી ફાયદો થશે..
