Skip to main content
Settings Settings for Dark

NEET ષડયંત્ર મુદ્દે હવે પંચમહાલ પોલીસ પાસેથી તપાસ CBIને સોંપાઈ

Live TV

X
  • સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્ર મામલે ગોધરા શહેર ફરી એક વાર કુખ્યાત થયું છે.  ગોધરા સ્થિત જય જલારામ સ્કુલમાં ગત 5 મે ના રોજ યોજાયેલા નીટની પરીક્ષામા ચોરી કરાવવાનું મોટુ ષડયંત્ર જિલ્લા કલેક્ટરને મળેલ માહિતીના આધારે પરીક્ષા દરમિયાન જ રેડ કરતા ચોરી સફળ નહોતી થઇ શકી.

    આ મામલે એફ આઈ આર થયા બાદ પાંચ આરોપીઓને પકડી કોર્ટમાંથી રિમાન્ડ લઇ હાલ રિમાન્ડ બાદ જ્યુડીશયલ કસ્ટડીમાં છે, ત્યારે આ મામલે પંચમહાલ પોલીસ તપાસ કરી રહી છે અને સમગ્ર દેશમાં નીટની પરીક્ષાને લઇને મામલો ખુબજ ગરમાતા હવે આ તપાસ સીબીઆઈને સોંપવાનો સરકાર દ્વારા ઓડર કરવામા આવતા ગોધરા નીટ ચોરી પ્રકરણમા હવે આગળની તપાસ સીબીઆઈ કરશે. એના ભાગ સ્વરૂપ આજે સીબીઆઇની 4 સભ્યોની ટીમ ગોધરા આવી પહોંચી હતી

    ગોધરા સર્કિટ હાઉસ ખાતે સીબીઆઇની આ ટીમને પંચમહાલ પોલીસ અને નીટ ચોરીના તપાસ અધિકારી એન. વિ. પટેલ એ મુલાકાત કરી તપાસના દસ્તાવેજ સુપ્રત કરવાની કાર્યવાહી આરંભી છે. જોકે એક હજારથી વધુ પાના ના આ દસ્તાવેજોને હેન્ડઓવર કરવામાં એકથી બે દિવસ જેટલો સમય જાય એમ છે ત્યાર બાદ સીબીઆઈની ટીમ સમગ્ર મામલે નવેસરથી તપાસ શરુ કરી શકે એમ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply