Skip to main content
Settings Settings for Dark

NFSU ખાતે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા જાગૃતિ મહિનાની ઉજવણીનો પ્રારંભ થયો

Live TV

X
  • રાષ્ટ્રીય સાયબર સુરક્ષા જાગૃતિ મહિનાની ઉજવણી અંતર્ગત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) સાયબર જાગૃતિ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. 5 ઓક્ટોબરના રોજ આ ઉજવણીનો પ્રારંભ થયો હતો. આ ઉદ્ઘાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા ભાવિનકુમાર બત્તીવાલા, DGM-સાયબર સિક્યોરિટી, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે સાયબર સિક્યોરિટી અને તે ક્ષેત્રે જાગૃતિનું  મહત્વ સમજાવ્યું હતું. પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસ અને NFSUના કુલપતિએ જણાવ્યું હતું કે સતત વધી રહેલા સાયબર જોખમો અને પડકારોના સમયમાં દેશ, સમાજને સાયબર સુરક્ષા પૂરી પાડવા તથા સાયબર સુરક્ષા અંગે યોગ્ય માર્ગદર્શન આપવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી સતત કાર્ય રહી છે.

    સમગ્ર ઓક્ટોબર મહિના દરમિયાન NFSU-ગાંધીનગર સાયબર સુરક્ષા શિક્ષણ અને જાગૃતિ અંગે અનેક પ્રકારના કાર્યક્રમો, પ્રવૃત્તિઓનું આયોજન કરી રહી છે. જેનાથી વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને જનસામાન્ય વ્યાપકપણે તેનો લાભ મેળવી શકે. જે અંતર્ગત, આજના ડિજિટલ યુગમાં સુરક્ષિત રહેવા માટે NFSU જ્ઞાન અને કૌશલ્યો સાથે વ્યક્તિઓને શિક્ષિત અને સશક્ત કરવા સ્થાનિક શાળાઓ, કોલેજો અને વિવિધ સામાજિક સ્થાનોની મુલાકાત લઈને વ્યાપક જાગૃતિ અભિયાન પણ કરશે. સાથોસાથ, સેમિનાર, વેબિનાર, સાયબર અદાલત, સાયબર હીરો, ટેબલ ટોપ એક્સરસાઇઝ, કેપ્ચર ધ ફ્લેગ (CTF) સ્પર્ધાઓ સહિત વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થશે. 
    નોંધનીય છે કે, રાષ્ટ્રીય સાયબર સુરક્ષા જાગૃતિ મહિનાની ઉજવણી દ્વારા રાષ્ટ્ર-સમાજમાં સુરક્ષિત ડિજિટલ વાતાવરણનું નિર્માણ થાય એ માટે NFSU કાર્યરત્ છે. વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી, NFSU સાયબર સુરક્ષાના પડકારોનો અસરકારક સામનો કરવા અને સાયબર સુરક્ષિત સમાજ બનાવવા માટે પ્રામાણિકપણે નિરંતર પ્રયાસ કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply